Express Exclusive : મહારાષ્ટ્રમાં દુષ્કાળની ગંભીર અસરો ફળ ઉત્પાદક વિસ્તારોમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર જાલના જિલ્લાના અંબાડ તાલુકામાં, મૌસંબીના ઝાડ પરના ફળો સંકોચાઈ ગયા છે, માંડ માંડ લીંબુ જેટલા કદના રહ્યાછે. કેટલાક વૃક્ષો ભયંકર તડકાના લીધે ભૂરા રંગના થઈ ગયા છે, જ્યારે પાકેલા ફળો જમીન પર વેરવિખેર પડેલા છે. વિદર્ભના અમરાવતી જિલ્લાના લિંગા ગામમાં નારંગી ઉગાડનારાઓએ વૃક્ષોને બચાવવાની આશામાં અકાળે કાચા ફળો તોડવાનું શરૂ કરી દીધું છે.