IPL 2027 Trade : આઈપીએલ 2027ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મોટી ટ્રેડ ડીલ થવાની સંભાવના છે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સથી પંજાબ કિંગ્સ ટ્રેડ ર કરવાની ખૂબ નજીક છે. રિકી પોન્ટિંગની કોચ હેઠળની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાતચીતમાં ઘણી આગળ વધી ગઇ છે. આ અંતર્ગત ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને વિકેટકિપર બેટ્સમેન વિષ્ણુ વિનોદ મુંબઈ ઈન્ડિયન્સમાં જાય તેવી શક્યતા છે.