Honda Alpha: હોન્ડાની નવી ઇલેક્ટ્રિક એસયુવી Honda Alpha 2 ડિસેમ્બરે થશે અનવીલ. જાણો 75kWh બેટરી અને ટાટા સિયેરા ઈવી અને BE6 ને ટક્કર આપનારા ફીચર્સ. Honda Alpha: ઓટોમોબાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા વેચાણને જોતાં તમામ કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ધ્યાન આપી રહી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે હોન્ડા ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પોતાની મોટી એન્ટ્રીની તૈયારી કરી રહી છે.