Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાને તેમના સૌથી યુવા મેયર મળ્યા છે. 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર 4 માંથી 7 હજારથી વધુ મતોની સરસાઈથી વિજયી થયેલા રૂપસિંહ ઠાકોર મહાનગરપાલિકાના ઈતિહાસમાં સૌથી નાની વયના મેયર બન્યા છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતાની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મહેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. કેવું રહ્યું પક્ષવાર પ્રદર્શન અને આંકડા?