અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા પૂર્ણ કરી લીધા છે. આ હુમલાઓ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન ખાતે થયા છે. જોકે ઈરાનની સરકારી ટીવી ચૅનલના ડેપ્યુટી પૉલિટિકલ ડિરેક્ટર હસન અબેદીનીએ સરકારી ટીવી ચૅનલ પર દાવો કર્યો હતો કે ઈરાને પરમાણુ સ્થળો 'પહેલેથી જ ખાલી' કરી દીધાં છે. અમેરિકા પાસે એક એવો બૉમ્બ છે, જે ઈરાનનાં ભૂમિગત પરમાણુ ઠેકાણાંને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.