ગાંધીનગર મહાનગરપાલિકાને નવા મેયર મળ્યા છે. વોર્ડ નંબર 4માંથી ચૂંટાયેલા 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. 3 Min Read ગાંધીનગર: આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે ગાંધીનગર મનપાના નવા હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા છે. ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર સૌથી યુવા મેયર તરીકે 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. વોર્ડ નંબર-11માં કોર્પોરેટર અનિલસિંહ વાઘેલા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.