ભાવનગરમાં દિવાળીના તહેવાર પહેલાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા સઘન દબાણ... આ કાર્યવાહી અંતર્ગત મુખ્ય બજાર, ઘોઘા ગેટ અને હેવમોર ચોક સહિતના વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લાં અને રોડ પર મુકેલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટ્રાફિકને અડચણરૂપ બનેલા વાહનો સામે પણ કડક પગલાં ભરી વાહનચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને વાહનો યોગ્ય પાર્કિંગમાં જ મૂકવા માટે ખાસ સૂચનાઓ જારી કરાઈ હતી.