Father Kills Son : ગુજરાતના અમદાવાદ જિલ્લામાં એક કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ જ કથિત રીતે તેના 10 વર્ષના પુત્રની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીની ઓળખ 36 વર્ષીય નરેશ તરીકે થઈ છે, જે ગામમાં ભુવા તરીકે ઓળખાય છે. આ ઘટના સાણંદના વિંછિયા ગામે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેશ ઇચ્છતો ન હતો કે તેનો પુત્ર મોટો થઈને તેની જેમ ભુવા બને.