શ્રીનગરમાં ઈજાગ્રસ્ત થયેલ ઋષભ પંત હજુ ફિટ નથી, બીજી ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ સીધો વેલિંગ્ટનમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. Rishabh Pant fitness test: ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં 29 વર્ષીય ઋષભ પંતની પસંદગી કરવામાં આવી છે. વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતના અગ્રણી બેટ્સમેનોમાંનો એક ગણાતો પંત હજુ સુધી સંપૂર્ણ ફિટ થયો નથી.