ADR ના નવા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જેમાં 104 સાંસદો પાસે 10 કરોડથી વધુની સંપત્તિ છે અને BRS ના સાંસદ યાદીમાં સૌથી મોખરે છે. Richest Rajya Sabha MP: રાજ્યસભાના સાંસદોની સંપત્તિ અંગેનો એક નવો રિપોર્ટ તાજેતરમાં બહાર આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં દેશના સૌથી ધનિક સાંસદોની યાદી આપવામાં આવી છે. આ યાદીમાં પક્ષવાર અને રાજ્યવાર આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે.