દક્ષિણ આંધ્રપ્રદેશના નેલ્લોર અને નરસાપુર વચ્ચે વાવાઝોડાના લેન્ડફોલની સંભાવના, 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. Cyclone Murasu: ભારતીય હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર માહિતી અનુસાર, ચક્રવાતી વાવાઝોડું 'મુરાસુ' ઝડપથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ ભયાનક તોફાન 2 નવેમ્બરની રાત્રે 11:30 વાગ્યાથી લઈને 3 નવેમ્બરની વહેલી સવારે 4:00 વાગ્યાની વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે.