Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં દિવાળી જેવો માહોલ રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આજે સેન્સેક્સ 1233 પોઇન્ટ ઉછળીને 75692 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 388 પોઇન્ટ ઉછળી 23440 બંધ થયો છે. રિલાયન્સ, ટાટા સ્ટીલમાં ઉછાળાથી શેરબજારને મોટો સપોર્ટ મળ્યો છે. સોમવારે શેરબજારમાં ઉછાળાથી રોકાણકારોને ₹ 7.92 લાખ કરોડની કમાણી થઇ હતી. શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઉછાળે ખુલ્યા હતા.