Ramayana : રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અમેરિકાના લોસ એન્જલસમાં વર્લ્ડ પ્રીમિયર બાદ નિર્માતાઓએ ભારતમાં ફિલ્મનું પ્રમોશન શરુ કરી દીધું છે. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ કહ્યું હતું કે ફિલ્મના એક સીન માટે તેમને લગભગ સાડા 6 વર્ષનો સમય લાગ્યો હતો. તેમને તે એક સીન તૈયાર કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી.