કેન્દ્ર સરકારની સાથે રાજસ્થાન, તમિલનાડુ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ દ્વારા પણ DA વધારાની ભેટ, 9 મહિનાના બાકી પગારની પણ થશે ચૂકવણી. DA hike 2026: દિવાળીનો તહેવાર દેશભરના સરકારી કર્મચારીઓ માટે ખુશીઓ લઈને આવ્યો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં જબરદસ્ત વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે 28 ઓક્ટોબરના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA માં 3% નો સીધો વધારો મંજૂર કર્યો છે.