પતિ-પત્નીના ઝઘડામાં માસૂમનો ભોગ લેવાયો: માતાજીનો ભૂવો હોવાના વહેમમાં નરાધમ પિતા નરેશે દેરી પાસે માથું પછાડી દીકરા કરણને મોતને ઘાટ ઉતાર્યો. Sanand murder news: આજના આધુનિક અને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધાના મૂળિયા કેટલા ઊંડા છે, તેનો કાળજું કંપાવી દે તેવો 1 કિસ્સો અમદાવાદ જિલ્લાના સાણંદમાંથી સામે આવ્યો છે. રાતના અંધકારમાં 1 સગા પિતાએ અંધશ્રદ્ધાના નશામાં પોતાના જ વહાલસોયા પુત્રની અત્યંત ઘાતકી રીતે હત્યા કરી નાખી છે.