કતારના દોહામાં 19 નવેમ્બરથી શરૂ થતી આ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે રજત પાટીદારને ઉપ-કેપ્ટન બનાવાયા, 22 નવેમ્બરે રમાશે રોમાંચક ભારત-પાકિસ્તાન મહામુકાબલો. Rising Stars Asia Cup 2026: BCCI દ્વારા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે સંતુલિત અને મજબૂત ઇન્ડિયા A ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ કતારના દોહા શહેરમાં 19 થી 29 નવેમ્બર, 2026 દરમિયાન રમાવાની છે. પસંદગીકારોએ આ વખતે યુવા અને અનુભવી ખેલાડીઓનું શ્રેષ્ઠ મિશ્રણ તૈયાર કર્યું છે.