જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સક્કરબાગ સામે વાડી વિસ્તારમાં દરોડો પાડી 6 મહિલા અને 2 પુરુષને 5.56 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા. જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન અને શ્રાવણ મહિનામાં જુગારના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ આજે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સક્કરબાગ સામે આવેલા વાડી વિસ્તારમાં મકાન ભાડે રાખીને ચાલતા જુગારના અખાડાનો ખુલાસો કર્યો છે.