2 થી 3 નવેમ્બરની વચ્ચે નેલ્લોર અને નરસાપુર કાંઠે ટકરાવાની સંભાવના, પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. Cyclone Murasu update: ચક્રવાત અર્નબની તારાજી હજુ શાંત નથી થઈ, ત્યાં જ ચક્રવાત મુરાસુ ભારતના દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં પોતાનો વિનાશ વેરવા આગળ વધી રહ્યું છે. 1 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ હવે ચક્રવાત મુરાસુમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની પ્રબળ શક્યતા છે.