ઇન્ટરપોલની નોટિસના આધારે ઓમાન પોલીસે કરી હતી અટકાયત; દેશભરમાં ફેલાયેલા કરોડોના ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક અને હવાલા કૌભાંડનો થશે પર્દાફાશ. Mahadev app scam: મહાદેવ એપ દ્વારા ચાલતા ગેરકાયદે સટ્ટાબાજીના કૌભાંડમાં ભારતીય તપાસ એજન્સીઓને એક ખૂબ જ મોટી અને ઐતિહાસિક સફળતા હાથ લાગી છે. દેશભરમાં સટ્ટાબાજીની જાળ બિછાવનાર મહાદેવ ઓનલાઈન બુકનો મુખ્ય પ્રમોટર અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે.