ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી)ના યાર્ડો ખેડૂતોએ વેચવા માટે લાવેલ મગફળીથી છલકાઈ રહ્યાં છે. વેપારીઓએ જણાવ્યા મુજબ આ વર્ષે મગફળીના બજારભાવ ગત વર્ષની સરખામણીએ પ્રતિ મણ લગભગ 70 રૂપિયા જેટલા ઓછા છે. પરંતુ મગફળીની બે જાતો--ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ ૯ (ટૂંકમાં GJG -9) અને કાદીરી-6ના બજારભાવ ઊંચા છે.