India vs Bangladesh Hong Kong Sixes 2026 Match : હોંગકોંગ સિક્સેઝમાં સતત ત્રણ મેચ હાર્યા બાદ આખરે ભારતીય ટીમે જીત મેળવી હતી. ભારતે 11મા - 12માં સ્થાન માટેની મેચમાં રવિવારે (1 નવેમ્બર) બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું. શશાંક સિંહે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. તો રાહુલ ત્રિપાઠીએ 12 બોલમાં 32 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 ઓવરમાં 5 વિકેટે 116 રન બનાવ્યા હતા.