Bihar Political News : બિહારમાં વિધાન પરિષદની ચૂંટણી જીતનારા બે અપક્ષ ધારાસભ્ય (વંશીધર વ્રજવાસી અને રાહુલ રાજ) સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શનિવારે યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં બંનેને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. બિહાર વિધાન પરિષદના તિરહુત ગ્રેજ્યુએટ્સ મત વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર વંશીધર વ્રજવાસીએ એનડીએ સમર્થિત જેડીયુના ઉમેદવાર અભિષેક ઝાને હરાવ્યા હતા. અમે શિક્ષકોના સમર્થનમાં અવાજ ઉઠાવતા રહીશું: વંશીધર વ્રજવાસી "અમે શિક્ષકોના સમર્થનમાં અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું.