ગાંધીનગરમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઉટસોર્સિંગ દ્વારા કામ કરતા એક પશુધન નિરીક્ષકને 22,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. આરોપ છે કે, તેમણે એક પશુપાલક પાસે તેમના પશુઓને જપ્ત ન કરવા અને તેમની સામે કેસ દાખલ ન કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. ફરિયાદ મળ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપી પશુધન નિરીક્ષક?