આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ વારંવાર ગુજરાતમાં દારૂની પાર્ટી કરતા નબીરાઓ ઝડપાતા રહે છે. આવામાં વધુ એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. પ્રી-બર્થડે સેલિબ્રેશનના નામે આયોજિત આ મોડી રાતની પાર્ટી પર પોલીસે દરોડો પાડીને 43 પુરુષો અને 33 મહિલાઓ સહિત મોટી સંખ્યામાં હાઈપ્રોફાઈલ લોકોને ઝડપી લીધા છે. પોલીસના આ દરોડાને કારણે સ્થળ પર ભારે ખળભળાટ મચી ગયો હતો.