કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે 1984 ના શીખ વિરોધી રમખાણોની વર્ષગાંઠ પર દિલ્હીમાં રેલી યોજવી એ પીડિતોના ઘા પર મીઠું ભભરાવવા સમાન છે. તેઓ ચંદીગઢમાં 258 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ બાદ એક જનસભાને સંબોધી રહ્યા હતા.