રાજકોટની ફાઈવ સ્ટાર સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો પાડવામાં આવ્યો છે. જાણીતા ઉદ્યોગપતિઓ અને બિલ્ડરપુત્ર સહિત 38 સામે ગુનો દાખલ, 92થી વધુના બ્લડ સેમ્પલ લેવાયા. Rajkot News: રાજકોટની જાણીતી ફાઈવ સ્ટાર 'સરાઝા' હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને નબીરાઓની આ મહેફિલમાં પોલીસના ત્રાટકવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.