Gujarat Weather: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના હવામાનમાં મોટો પલટો આવી શકે છે અને દિવાળીથી લઈને દેવ દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દરિયાઈ ક્ષેત્રે સર્જાનારી સિસ્ટમ્સ અંગે તેમણે જણાવ્યું છે કે આગામી 3 નવેમ્બરે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સક્રિય થશે, જ્યારે નવેમ્બરના બીજા સપ્તાહમાં અરબ સાગરમાં પણ લો-પ્રેશર સર્જાશે.