Surat News: દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારો નજીક આવતાની સાથે જ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવા માટે મુસાફરોની ભારે ભીડ જામવા લાગી છે. આગામી 25 ઓક્ટોબરથી પરપ્રાંતીય મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની પૂરી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને રેલવે પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.