Modern Ceiling Designs : ઘરને લક્ઝરી, આધુનિક અને સ્ટાઇલિશ લુક આપવા માટે માત્ર ફર્નિચર, લાઇટિંગ, ટેક્સટાઇલ અને ડેકોરેટિવ વસ્તુઓ જ નહીં પરંતુ ઘણી નાની-મોટી વસ્તુઓ પણ મહત્વપૂર્ણ છે. જેમાં સીલિંગ એટલે કે છત પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આજકાલ ઘર બનાવતી વખતે સીલિંગની ડિઝાઇન પર પણ ઘણું ધ્યાન આપવામાં આવે છે. પહેલાના સમયમાં મોટા ભાગના ઘરોની છત પ્લેન રાખવામાં આવતી હતી, પરંતુ હવે એવું નથી.