india bloc mock parliament : ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોક સસંદ બોલાવી હતી. આ મહાભિયોગ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2014થી સત્તા મેળવવા અને તેને જાળવી રાખવા માટે દરેક પ્રકારના કાવતરા ઘડવામાં આવ્યા છે.