Petrol Diesel Export : કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશોની નિકાસ પરના ટેક્સમાં મોટો ફેરફાર કર્યો છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સરકારે પેટ્રોલની નિકાસ પર લાદવામાં આવતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (એસએઈડી) ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ સાથે જ દેશની બહાર મોકલવામાં આવતા હાઈ સ્પીડ ડીઝલ પરનો ટેક્સ વધારીને 11.5 રૂપિયા પ્રતિ લીટર અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર 11 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.