pm narendra modi speech : રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતાનગરમાં ભવ્ય પરેડ યોજાઇ હતી. પરેડમાં કૂલ 15 ઝાંકીઓ સામેલ રહી હતી. લગભગ 5000 કલાકારોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી. આ પછી પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં ગઈકાલે સાંજે ભારત પર્વ પેવેલિયનમાં શાનદાર પ્રસ્તુતિ જોઇ અને હવે આપણે આ રાષ્ટ્રીય પર્વમાં સરદાર પટેલના ચરણોમાં ઉપસ્થિત છીએ. આજનો કાર્યક્રમ થોડો અલગ છે.