કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી અને સોયાબીનનો ઉભો પાક જમીનદોસ્ત; ખેડૂતોની ચિંતા વધી અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી વળતર આપવા ઉગ્ર માંગ. Saurashtra unseasonal rain: ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત અત્યંત કફોડી કરી નાખી છે. અણધાર્યા માવઠાએ જગતના તાતની 4 મહિનાની કાળી મજૂરી પર જાણે પાણી ફેરવી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણ વચ્ચે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આકાશી આફત ખાબકી છે.