ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ, પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ. Cyclone alert Bay of Bengal: બંગાળની ખાડીમાં એક અત્યંત ખતરનાક ચક્રવાતી સિસ્ટમ ઝડપથી મજબૂત બની રહી છે. આ વાવાઝોડું આગામી થોડા જ કલાકોમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચોક્કસ આગાહી કરી છે.