Surat News: ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સરથાણાના ગેલેરિયા કોમ્પ્લેક્સમાંથી ત્રણ વેબ ડેવલપર્સનું અપહરણ કરી 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. Surat News: સુરતમાં ગુનાખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં નકલી પોલીસ બની ખંડણી વસૂલતી ગેંગનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ પોતાને ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસના અધિકારી તરીકે ઓળખાવી ગેલેરિયા કોમ્પ્લેક્સની ઓફિસમાંથી ત્રણ વેબ ડેવલપર્સનું અપહરણ કર્યું હતું.