આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે કેવડિયાસ્થિત તેમની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ યોજવામાં આવી રહ્યો છે. સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું, "આજે આતંકવાદના સમર્થનમાં કેટલાક લોકો ખૂલીને આવ્યા છે, જે વિશ્વ માટે, માનવતા માટે, ચિંતાનો વિષય છે. તમામ પંથ, સરકારે આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે.".