Amit Shah : ઉત્તર પ્રદેશના લખનઉમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી બની ચુક્યા છે અને ચોથી વખત પણ પ્રધાનમંત્રી બનશે. ગંગોત્રી થી ગંગાસાગર સુધી ભગવો જ ભગવો દેખાય છે. અમિત શાહે કાર્યકર્તાઓને યૂપી 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું કે બીજેપીની તાકાત તેના કાર્યકર્તા છે. પાર્ટીને મજબૂત બનાવવા માટે બૂથ સ્તર સુધી કામ કરવું જરુરી છે.