Uttarakhand Helicopter crashes : ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ ધામથી પરત ફરી રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 6 લોકોના મોત થયા છે. વહીવટીતંત્રને બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે હેલિકોપ્ટર ગુમ થવાની માહિતી મળી હતી. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ગુમ થયાના સમાચાર મળતા જ વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો.