Orange Peels Face Mask : દરરોજ તડકો, ધૂળ, પ્રદૂષણ અને મેકઅપ પ્રોડક્ટના ઉપયોગને લીધે ત્વચા શુષ્ક, નિર્જીવ અને ડલ દેખાઈ શકે છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ અઠવાડિયામાં એકવાર ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. આ ચહેરાની ત્વચાને સાફ કરે છે, નરમ બનાવે છે અને શુષ્કતા દૂર કરે છે. બજારમાંથી ફેસ માસ્ક ખરીદવાને બદલે તમે તેને નારંગીની છાલની મદદથી ઘરે જ બનાવી શકો છો.