DIY Toran Decor : દિવાળીનો તહેવાર ઘરોમાં ખુશીઓ લાવે છે. આ અવસર પર દરેક વ્યક્તિ તેમના ઘરને સૌથી સુંદર બનાવવા માટે સફાઈ, પેઇન્ટિંગ અને સજાવટની વિવિધ રીતો અપનાવે છે. ઘરોને સજાવવા માટે દીવા, રંગબેરંગી લાઇટ, રંગોળી અને સુંદર સુશોભન વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે દરવાજાને સજાવવા માટે તોરણ લગાવવામાં આવે છે. ઘણી વાર આપણે બજારમાંથી તોરણ ખરીદીએ છીએ, જે ખૂબ જ ઝડપથી બગડી શકે છે.