Dahi Bhindi Gravy Recipe: જો તમે પણ ઘરમાં એક જ રીતે બનેલું ભીંડાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો આ વખતે કંઈક નવું ટ્રાય કરવાનો પ્રયાસ કરો. તમને દહીં સાથે કેટલાક મસાલાથી તૈયાર દહીં ભીંડાનો સ્વાદ પસંદ પડશે. દહીંની હળવી ખટાશ અને મસાલાનો તીખા સ્વાદ તેને સામાન્ય શાકભાજીથી અલગ બનાવે છે. પરોઠા, રોટલી કે પુરી સાથે તેનો સ્વાદ અદ્ભુત લાગે છે.