Manipur : મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે તેમના કેટલાક સાથીઓ પર તેમને પદ પરથી હટાવવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. બિરેન સિંહે કહ્યું છે કે ભાજપ સરકારે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા લોકોનો ખોવાયેલો વિશ્વાસ અને ભરોસો પાછો મેળવવો જોઈએ. એન બિરેન સિંહે સવાલ કર્યો હતો કે ફેબ્રુઆરી 2025 માં મણિપુરના મુખ્યમંત્રી પદ પરથી હટાવવા છતાં હિંસા શા માટે ચાલુ રહી અને અન્ય સમુદાયોમાં કેમ ફેલાઈ ગઇ?