Dhanteras 2026 : હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે, જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે પાંચ દિવસનો પ્રકાશ ઉત્સવ શરૂ થાય છે, જે ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. વૈદિક કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો વદ તેરસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 6 નવેમ્બર 2026ના રોજ આવે છે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરી દેવની પૂજાનું વિશેષ મહત્વ છે.