Uttarakhand News: બદ્રીનાથ ધામથી પરત ફરી રહેલું હેલિકોપ્ટર ખરાબ હવામાન વચ્ચે ચમોલીમાં ગુમ થઈ ગયું. પાયલટ સહિત 5 લોકો સવાર હતા, શોધખોળ માટે ટીમ કામે લાગી છે. Uttarakhand News: ઉત્તરાખંડ સ્થિત ચમોલીમાં બદ્રીનાથ ધામથી પરત ફરી રહેલું એક હેલિકોપ્ટર ગુમ થઈ ગયું છે. ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 5 લોકો સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.