દેશના હવામાનમાં અત્યારે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ચક્રવાત. એક તરફ ચક્રવાત 'અર્નબ'ની અસર હજુ સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી તો બીજી તરફ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું ઝડપથી વિકસી રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દેશના અનેક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને સતત થઈ રહેલા વરસાદને કારણે ઠંડીનો અહેસાસ વધી ગયો છે.