એકતાનગરમાં વડાપ્રધાને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન આનંદ મઠ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કાર્યક્રમમાં હાજરી આપશે. એકતાનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં એકતાનગરમાં વડાપ્રધાને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં પણ સહભાગી થશે.