સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. Saurashtra Rain: સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉપલેટા, ખાંભા અને ગીર નજીકનાં ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.