દેશભરમાં વસ્તી ગણતરી (Census 2027) 2027ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. સરકારે વસ્તીગણતરીની તારીખ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી નક્કી કરી છે. સત્તાવાર જાહેરનામા અનુસાર, વસ્તીગણતરી માટેની સંદર્ભ તારીખ 1 માર્ચ 2027ની મધરાતે 12 વાગ્યાની રહેશે. જોકે, હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારો અને ચૂંટણીવાળાં રાજ્યોમાં હાલમાં વસ્તીગણતરી હાથ ધરવામાં આવશે નહીં. આ વિસ્તારો માટેની તારીખો અલગથી જાહેર કરવામાં આવશે.