હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં બપોરના સમયે અગનવર્ષા જેવી જ સ્થિતિ અનુભવાઈ રહી છે. પરંતુ આ ભરઉનાળામાં ભારતના હવામાન વિભાગે હવે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન જાણે સામાન્ય બની ગયું છે.