Gold Silver Price Today News : સોના ચાંદી નરમ રહેતા દિવાળી પહેલા લોકોને ઓછી કિંમતે ધાતુ ખરીદવાની તક મળી છે. વૈશ્વિક બુલિયન બજારની નરમાઇના પગલે ઘરઆંગણે પણ સોના ચાંદીના ભાવ એકંદરે ઘટી રહ્યા છે. હાલ MCX ગોલ્ડ વાયદો ₹ 790 ઘટ્યો છે અને પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹ 1,41,807 બોલાઇ રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો ₹ 3553 તૂટ્યો છે, જેના પગલે 1 કિલો ચાંદીની કિંમત ₹ 1,85,900 થઇ છે.